શ્રીમંત અને ગરીબ
શ્રીમંત અને ગરીબ
આ દેશમાં ગરીબ ગરીબ થતો જાય છે
શ્રીમંત શ્રીમંત થતો જાય છે,
એકબીજાની અદેખાઈમાં આજ
માનવ પિછાતો જાય છે,
સમય જોઈ શ્રીમંત ગરીબને પિસતો જાય છે
માણસ આજે માણસાઈ ભૂલતો જાય છે,
નાના માણસના હાલ કોઈ પૂછતું નથી
તે આજ ઘરમાં રહી ગભરાય છે,
દેશમાં ગરીબ ગરીબ થતો જાય છે
શ્રીમંત શ્રીમંત થતો જાય છે,
આ બાબતે સૌ કરે વિચાર
મદદ કરવા થાય સૌ તૈયાર,
કોઈ માણસ ન બને લાચાર
હશે જો તમારો સહકાર
તો ગરીબ ના ઘેર ઉજાસ.
