STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

શ્રીજીબાબા

શ્રીજીબાબા

1 min
240

સમય ઉપર સમય દીધો, ચાલતો રે ગયો સમય 

ભાગતો રે રહ્યો સમય, નિરખતો આયનો સમય,


કિરણ થઈ ઉગ્યો સમય, કીર્તિ થઈ વધ્યો સમય

નામ બન્યું કવિતા તેનું, કંગન બની કાંડે સમય,


ગોધૂલ વેળા વાળાનું ટાણું, ચાલો સંગ રે સમય

ડોકી ગયું આકાશ બારીએ, અજવાસનો છે સમય,


પ્રથમ પાને શ્રીગણેશ, કંકુ પગલા પાડ તું સમય

કરિશ્મા કુદરતી, સંજોગ રમાડે રમત અરે સમય,


રોતુ હસ્તુ ઊંઘમાં સપનું, રંગ-બેરંગી થયો સમય

હાંસિયામાં ઘૂંટુ નામ, ગર્ભમાં છાનું હસાવે સમય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract