STORYMIRROR

Rekha Shukla

Fantasy

3  

Rekha Shukla

Fantasy

શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ

1 min
258

શ્રી કૃષ્ણ શૃંગાર સૌન્દર્ય દર્શન

મન મારું મોહી રહ્યું માધવ મુકુન્દ, 

હૈયે વસ્યા છો પ્રભૂ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ,

અનાદી અનંત બ્રહ્મ વિસ્વના વિધાતા,

શૃંગાર શું સજ્યો છે મન મારું મોહે... મન મારું..૧


કનક મુકુટ માથે શિરોમણી શોભે,

સુશોભિત અનુપમ કલા કેલી પીંછી,

કાંચન કુંડલ કેવાં અદ્ભૂત ભાસે,

વિશાળ ત્રિપુંડે નોખું તિલક પ્રકાશે.....મન મારું..૨


માણેક મોતીએ મઢી કંચનની કંઠી,

નવ લખો હાર અને વૈજન્તિ માલા,

ભૂજા શોભે બાજુબંધ કડલાં રૂપાળાં,

કટિબન્ધ બાંધ્યો તમે શું શોભા વધારે..મન મારું..૩


પરિધાન સુશોભિત આભલાં ભરેલો,

પીળું પીળું પિતાંબર મન મલકાવે,

ચકોર નયન દિવ્ય મલકાતી આભા,

વમળ પાવન પદ કટી વાંકી ઝાંકી...મન મારું...૪


આંગળીના વેઢે વાલા સુવર્ણ સૂરીલી,

વેણું વગાડે મોહન પ્રેમરસ ઢોળે,

માધવ મુકુન્દ નન્દ અંતરે વસ્યા છો,

હિલોળે ચઢ્યું છે મન ઘેલું ઘેલું ઘેલું...મન મારું..પ


અનાદી અનંત બ્રહ્મ વિસ્વના વિધાતા,

શૃંગાર શું સજ્યો છે મન મારું મોહે... મન મારું...

કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.....(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy