શરદ ઋતુ
શરદ ઋતુ


જકડી ઝાલું હાથ શરદનો એવી મનમાં આશ,
જળ ભંડાર ભર્યા સરોવર થઈ ગઈ કેવી હાશ,
થાક્યા મેહુલા હવે વરસી વાદળી બની રિક્ત,
મીઠા મીઠા જળે ભર્યા કૂવા બન્યા અતિરિક્ત,
ઊની ઊગી બપોર ને વળી શીત થયા પ્રભાત,
જામશે ઝાકળ બિંદુ સવારે એની નોખી ભાત,
ગરબે ઘુમવા પધાર્યા શરદ તારાં શીત વાયુ,
ખેતરે પાક્યા પાક ને દિવાળીએ વધારી આયુ,
લાવશે લાંબીલચ રાત જો આવશે હેમંત કાલ,
ખુબ ખાઈને ખેતરે મીઠો મહાલશું પાક્યો માલ,
જકડી ઝાલું હાથ શરદનો એવી મનમાં આશ,
નાનામોટા રોગ ભેટી શરદ ભલે ને કરે નિરાશ.