શકાય છે
શકાય છે
પ્રેમથી નફરત ને જીતી શકાય છે,
લાગણીના મીઠાં સંબંંધો બાંધી શકાય છે,
અમુક વાતો, યાદો જતું કરી દેતા,
ફરી એક વિશ્વાસની આશા બાંંધી શકાય છે,
સમય સાથે નિયતિને સમજીએ તો,
સમય સાચવી શકાય છે,
કોઈને આપેલા વચનોને પ્રતિજ્ઞા સમજીએ,
તો એ પુરી નિષ્ઠાથી નિભાવી શકાય છે,
અમૂલ્ય સંબંધો સાચવી રાખવા માટે,
તુચ્છ-ખોટાં સંબંધો જતાં કરી શકાય છે,
સફળતાનો પાયો પાક્કો કરવા માટે,
નિષ્ફળતાને પ્રેમ કરી શકાય છે.
