STORYMIRROR

MITA PATHAK

Abstract Inspirational

4  

MITA PATHAK

Abstract Inspirational

શિવશંકર

શિવશંકર

1 min
263

અનંત રહીને અંતરમાં વસે છે

નિરાકાર બનીને શિવાલયમાં વસે છે.


ગુંજે ધ્વનિ અવિનાશી બની તોયે

ઓમકાર બની હૃદયમાં મહાદેવ વસે છે.


તાંડવમાં રૌદ્ર રુપે, કંઠે વિષધારી તોયે,

નીલકંઠને, નટરાજમાં ભોળાનાથ વસે છે.


ભૂતેશ્વર, નંદી, ત્રિશુળ, વાઘામ્બરધારી તોયે,

રાજા રામનાં ઈષ્ટ બની રામેશ્વરમાં વસે છે.


ધ્યાન, તપ, વૈરાગી, જટાધારી તોયે,

શંકર સ્વરૂપે મહાગૌરી સાથે વસે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract