શિરડીના સાંઈ
શિરડીના સાંઈ
શિરડી પવિત્ર ધામ છે જ્યાં વસે છે દ્વારકામાઈ,
ધન્ય છે આ ધરતી જેને મળ્યા બાબા સાંઈ,
નીમ વૃક્ષની છાયા જેને નડે ના કોઈ માયા,
દોડી આવે ભક્તો માટે પ્રભુ શ્રી સાંઈ,
ગીતા પણ એજ ને કુરાન પણ એજ,
અપાર જ્ઞાનનો ભંડાર છે શિરડીના એ સાંઈ,
શ્રદ્ધા ને સબૂરીનો મંત્ર આપ્યો,
પાણીથી એમણે દીપ પ્રગટાવ્યો
વચનબદ્ધ છે ભક્તો માટે શ્રી સદ્દગુરુ સાંઈ
જેનો પગ શિરડીમાં પડે તેનું રક્ષણ કરે દ્વારિકા માઈ.