STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

શબ્દોનો મહેલ

શબ્દોનો મહેલ

1 min
284

મનની ધરા પર મે તો બનાવ્યો શબ્દોનો મહેલ

આત્મકથાની ઇંટોથી મે તો કર્યું ચણતર કામ

વિચારોના કડિયા અહી કરે છે ચણતર દિનરાત


સોનેટની સિમેન્ટ લીધી

મુક્તકથી મે માળિયા બનાવ્યા

કવિતાનું કોર્નર બનાવ્યું

નિબંધ, નવલિકા ને નવલકથા છે કડિયાના નામ


કાફિયા ને મતલા પણ આપે સહકાર

મારા મહેલને આપે સુંદર આકાર

જામે રોજ શબ્દોની મહેફિલ

એક સાથે મળી સૌ રોજ કરે નવું સર્જન


ગઝલ, ખંડ કાવ્ય ગરબી

ભવાઈ મળવા આવે મને રોજ

આખ્યાન, ચાબખા, ચપ્પા,

સ્તવન, પ્રબંધ,રાસથી શણગાર્યો મારો બેઠક ખંડ


છંદ અલંકારોથી કર્યું રંગ રોગાન મે તો

અલ્પ વિરામ ને પૂર્ણવિરામથી

સુશોભિત કરી પૂરા મહેલની દીવાલ


પ્રેમના ફૂલો વાવ્યા હેત નો હિંડોળો બાંધ્યો

મારા મિત્રોને કાજ મહેલના વાસ્તુ માટે

બોલાવ્યા છે મિત્રો ને ખાસ

કૉમેન્ટની ભેટ લઈને આવશે મારા માટે ખાસ


અલંકારોથી આકર્ષિત બનાવ્યો

શબ્દ મહેલનો દ્વાર

સુસ્વાગતમ લખી રાખ્યું છે

મારા  મિત્રો માટે ખાસ


બસ મારા મહેલને નજીકથી

નિહાળો એવી છે આશ

બસ સુંદર મહેલની ચર્ચા થશે ખાસ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy