STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational

4  

Aniruddhsinh Zala

Abstract Inspirational

શૌર્યગાથા મારા ભારતની

શૌર્યગાથા મારા ભારતની

1 min
398

મલક્તાં મુખડાંને રાષ્ટ્રભક્તિથી છલકતાં હૈયાની વાત 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત,

વદન ઝળકતાં અહી વીરો તણાં, જાણે સૂરજ સાર 

રાષ્ટ્ર કાજે કુરબાની દેવા શૂરવીરો સદા અહી તૈયાર. 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત... 


સહુથી પહેલાં રાષ્ટ્રહિત વસે અહી સહુના દિલોદિમાગમાં 

તિરંગાને નિહાળતાં જ છલકતું સન્માન સહુનાં હૃદયમાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' કહેવાતાં ભવ્ય ભારતની વાત 

જંગમાં જીત મેળવવાં ગોળીઓ મોજથી છાતીએ ઝીલતાં 

વીર યોદ્ધાઓ મારાં વીરગતિને પણ એક અનેરો ઉત્સવ ગણતાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત. 


શિશ પડેને ધડ એકમાત્ર મારાં મહાન ભારતમાં લડતાં 

ટેક માતૃભૂમિ રક્ષાની મરણ બાદ પણ શૂરવીરો પુરી કરતાં 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત. 

સિંહનું મુખ ખોલીને દાંત ગણતાં વીર ભારતના પુત્રોની વાત 

દેશ સામે ડોળો કરનારનું મસ્તક વઢતાં જવાંમર્દોની વાત 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત. 


વૈભવ અમર રહે મા ભરતીનો, રાજ હૈયે બસ એક જ આશ

સંત શૂરા ને કવિઓ ગાતાં મા ભરતીના સદાય ગુણગાન.

હે મા તવ સિંહબાળ વિનવે, કરજે તું સદા હુંકાર 

કહેવી છે મારે 'સોનાની ચીડિયા' એવાં ભવ્ય ભારતની વાત 

મલક્તાં મુખડાંને રાષ્ટ્રભક્તિથી છલકતાં હૈયાની વાત. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract