શાળા જીવન
શાળા જીવન
શાળા જીવન, મન મંદિરમાં જીવનભરની યાદ મૂકી જતું, કામણગારી કવન છે
યાદ આવે શાળા જીવન અને આપમેળે, મનોમન થઈ જાય દિલથી નમન છે,
આમ તો જિંદગીના દરેક તબક્કે, ખેડાતી રહે છે વીતી ગયેલી યાદોની જમીન
જિંદગીભર જેની યાદ રહે છે મહેકતી, એ શાળા જીવન, આજીવન ચમન છે,
શાળા એ તો મને આપ્યો છે, મારી સમગ્ર કારકિર્દીનો મજબૂત એવો પાયો
શાળા જીવન એ તો, મારા જીવનનું ઉષ્માભર્યું, તપન અને તપોવન છે,
શાળા જીવન સાથે તો સંલગ્ન હોય છે બધાનું, મસ્તીભર્યું નફીકરું બચપન
શાળાની પવિત્ર જમીન પાસેથી પસાર થતા જ, મન થઈ જાય કેવું પ્રસન્ન છે,
રીસેસનો
નાસ્તો, અવનવી રમતો અને ધમાચકડી, કેમે કરીને ભૂલાતી નથી
શાળા જીવનની સ્મૃતિ તો, મારા માટે, આજીવન રસરંજન ભર્યું વ્યંજન છે,
અમીરી ગરીબી કે નાના મોટાનો ફરક, ક્યારેય નજીક પણ ન ફરકતો સૌરભ
શાળા જીવનની એ જ રહી ખૂબી કે, સહુ લાગતા જાણે આપણા આપ્તજન છે,
સાંભળુ કોઈ શાળાનો ઘંટ ‘સૌરભ’ તો, રણકવા લાગી જાણે કેટલી યાદોનું ખનખન છે,
શાળા જીવનની મહેક રહે છે એવી છવાઈ, જાણે કે મનના કોઈ ખૂણેખૂણે રાખ્યું ચંદન છે,
‘બલીહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય’ ની ભાવના, ત્યાં થઈ ચરીતાર્થ
શાળા જીવન થકી જ, જીવનને મળી સુખની સમજ અને જીવન બન્યું નંદનવન છે.