સગાઈ પહેલાં ને પછી
સગાઈ પહેલાં ને પછી
સગાઈ પછી હું રાખતો ધ્યાન અચૂક ગીફ્ટ આપવાનું,
હવે રાખે છે અચૂક અપેક્ષાઓ એ લગન જે થયાં છે !
સગાઈમાં પાંચ રૂપિયાની 5 સ્ટારથી પ્રેમ અધ..ધ..ધ..,
હવે આઇ-ફોન, પુમાં, ગુસી, રોલેક્સ ને છેલ્લે બીએમડબલ્યુ જ !
લગન પહેલાં સગાઈમાં એક ગુલાબથી ચૂમીઓ વરસતી,
આજે પપ્પી આપીએ તો 'પપી' મળે, બાકી એ વરસે !
સગાઈમાં ડેટિંગમાં પ્લાસ્ટિકયું વટાવું તો એ કે'તી "ટી સી",
હવે આપ્યું શું એને ક્રેડિટ કાર્ડ એ પ્રેમની હૂંડી ગણી વટાવે !
સગાઈ પછી એ માંગતી 'ડેરીમિલ્ક' ને હું હોઠ આગળ કરતો,
હવે હોઠ પર મૂકે આંગળી 'ચૂપ' ઈશારે, ખરીદે 'ફેરેરો રોશર' !
