STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

સાંકળો તૂટી જ સમજો

સાંકળો તૂટી જ સમજો

1 min
359

નવી સવાર ઊગવાને

રાત થવી જરૂરી નથી...

પણ,

ફરી સવાર થવાને

અંધકાર જરૂરી હોવી ઘટે..!


નવી ઋતુ ખીલવાને

વાસી ઋતુ નમવી જરૂરી નથી...

પણ,

ફરી ઋતુ જીવવાને

ગત ઋતુ મુરઝાવી જરૂરી હોવી ઘટે..!


નવી સૃષ્ટિ સજાવવાને

પુરાણી કૃતિ ભૂંસવી જરૂરી નથી,

પણ,

ફરીવારની એજ સૃષ્ટિ પામવાને

પ્રાચીન વૃત્તિ બદલવી જરૂરી હોવી ઘટે..!


તો,

યારો, થઈ જાવ તૈયાર...

કે,

નવયુગ લાવવાને

યોગમય થઈ રહ્યો

જુઓ...

એક એક યુગ્મ 

નવતલ પ્રયોગ થકી,

આગળ ને આગળ વધી રહ્યો

નવભારતનો નવયુવાન,

મેળવવાને

જીત સચોટ, સટીક ને સ્વદેશી...

રે ભારત !

પ્રગતિપંથે ચોટી પર પહોંચી

જ ગયું સમજો...!

કેમકે,

ગુલામીની સાંકળો

તોડવાને હવે

બીજો

ગુજરાતી

છે

આગળ રે આવ્યો...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract