સાગર
સાગર
તું મારો સાગર,
તારી સરિતા હું...
વરસવું તો મારે પણ છે,
પણ તારા પ્રેમની વિરડી ઓમાં...
તું મહાસાગર જેવો ઊંડો,
તારો તાગ મેળવવો મુશ્કેલ
પણ મને વિશ્વાસ છે...
મારા પ્રેમની મિઠાશ
તારામાં વહાવું છું...
ખારો તો છું પણ મારા
માટે મીઠો સાકર જેવો તું...
ભલે રહી હું ખાલીખમ
વાદળી પણ પ્રેમ અને
સ્નેહથી ભરપૂર ભરેલી...

