'સાગર' થયો છું
'સાગર' થયો છું
ગુંજવાને સૂરમાં અવસર થયો છું, વાગવાને મીઠડું જંતર થયો છું,
ત્યાં નજરમાં કોઈની આવી જવાને, ઘાટ આજે હું અહીં સુંદર થયો છું,
સાથમાં મીઠાશની વાતો ભરીને, ક્યાંક બા'રે ક્યાંક હું અંદર થયો છું,
ને ભરી દેવા જગતને આ સુગંધે, વાયરો વાતો હવે ફરફર થયો છું,
આપવો આનંદ એવું કૈં વિચારી, હું ખુશીભર્યો અહીં 'સાગર' થયો છું.
