સાચવજે
સાચવજે
ખુલ્લી છે આ ગટરો સાચવજે
ખાલીપેટ છે ચીટરો સાચવજે,
અહીં સર્વત્ર સર્વવ્યાપી
કૃત્રિમ ઘટકો છે સાચવજે,
કેવા ધંધાપાણી પૂછ ના
ચારેકોર ફટકો છે સાચવજે,
ક્યાં જઈ પહોંચીશ તું હવે
આગળ 'અટકો' છે સાચવજે,
મારા શબ્દો ને માણી તો જો
મસ્ત ચટકો છે સાચવજે,
શબ્દે શબ્દે વાયર છૂટા
ઝીણો ઝટકો છે સાચવજે,
એના દાવમાં ક્યાં ભરાયો ભૂરા
ખોટે ખોટો લટકો છે સાચવજે.
