STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

રૂપપરી

રૂપપરી

1 min
906


ઊંચા ઊંચા, અંબરથી ઉતરી,

હું મનુષ્ય લોકમાં આવી.


મનુષ્ય લોકના માનવીએ,

મને મોતીડે વધાવી.

રૂપ રૂપનો અંબર સમી,

હું રૂપ નીતરતી આવી,

હું રૂપપરી મજાની.


બાળકોની બાલસભામાં,

હું મોજ કરાવવા આવી.


ઘર ઘર રમવા, વન વન ભમવા,

જાદુઈ રમકડાં લાવી.


વનલતાને વીંટાળી,

હું ગગન વિહરવા આવી,

હું રૂપપરી મજાની.


ઊંચે આભ, નીચે ધરતી,

હું રજવાડામાં આવી.


નૃત્ય -કલા પીરસવા,

હું શૃંગાર સજીને આવી.


મર્દ મૂછાળા, ભલ ભલાની,

હું શાન ઠેકાણે લાવી,

હું રૂપપરી મજાની.


Rate this content
Log in

Similar gujarati poem from Children