STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

રૂપ

રૂપ

1 min
145

રૂપ નામે વહે અગન, 

ચંદનની મહેક રહે

સદંતર


સવારે જગાડે ને રાત્રે સૂવાડે, 

ને બંધ કરું નયન ને આવે તું અંદર

સપના જોવડાવી ખૂબ તું રમાડે, 

જાગવાનું મારે જીવી ને સદંતર 


બપોરે પાસે ને મધરાતે સાથે, 

શું શું જગાડે અંતરમાં રે નિરંતર

કઈ રીતે બતાવું તું ધડકનનું ગીત, 

ને જીવનનું સંગીત રે અંદર


તુજ રોશની ને નામ રશ્મિ મુજનું, 

માનું ઇશ ને રહે છે તું અંદર 

કરું પ્રાર્થના લઈ નામ તારું, 

માંગણી પણ મારી તારી જ સદંતર 


પ્રીત કહું મીત કહું તુજ છે મનમીત, 

ખોવાઈ જાંઉ તુજની અંદર

કેવું રે લાગ્યું બંધનનું બંધાણ, 

દૂર-દૂર પાસ-પાસ તુજ છે અંદર


વાત કહું દિન રાત સહું, 

ખોલું રાઝ પાડી પડદો આંખોની અંદર

છું રહું તુજ માં ભરેલી, રોમેરોમમાં 

છે તું આખે આખો નિરંતર !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract