STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

રોજ રોજ મર્યા ના કર

રોજ રોજ મર્યા ના કર

1 min
173

દિલ કહે મન ને હું કહું એમ કર્યા કર,

ભૂતકાળને ના વાગોળ્યા કર,

તું ભવિષ્યની ચિંતા ના કર્યા કર,


નાની નાની વાતોમાં દિલ તારું ના દુભાવ્યાં કર,

તારામાં મૂક્યો હોય વિશ્વાસ એનો વિશ્વાસ

તોડ્યા ના કર,


મળી જશે સમયે તારું માગેલું બધું,

આમ કશું ના મળ્યાનો અફસોસ ના કર્યા કર,

જે થતું હશે એ તારા સારા માટે જ હશે,

આમ તારા દુઃખની ઈશ્વરને ફરિયાદ ના કર્યા કર,


ઈશ્વરમાં આસ્થા રાખ,

આમ તકલીફમાં મૂંઝાયા ના કર,

ભલે ભડકે બળે ઈચ્છાઓનું શહેર,

પણ આંખમાં આંસુઓ ભર્યા ના કર,


અહમની દીવાલ તોડી નાખ જે સંબંધો ખાતર,

આમ મહામૂલા સંબંધોની ડોર તું કાપ્યા ના કર,


સમસ્યા તો રોજ રોજ હોય

આ પીડાઓથી ડરીને રોજ રોજ મર્યા ના કર,

જીવન જ એક પડકાર છે,

પડકારની દરકાર ના કર્યા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy