રંગોત્સવ
રંગોત્સવ


આજ વૃંદાવનમાં રંગોત્સવ જામ્યો રે સખી,
કૃષ્ણ નામે રસ પીધો ને પીવડાવ્યો રે સખી.
રંગતા જો કૃષ્ણ સૌને ખોબલે ને ખોબલે,
એમને બલરામે રાધા લીન માન્યો રે સખી.
મા યશોદા રંગે બાબા નંદને શું વાત છે?
એમાં અદ્ભૂત પ્રેમરસને પણ માણ્યો રે સખી.
ધ્યાન અંતે કૃષ્ણનું પણ ગ્યું અમારી પર "નીરવ"
ને સખાવત્સલ મને એને ગણાવ્યો રે સખી.