રંગીન જીવન
રંગીન જીવન
તારાં જ રંગે રંગાયું છે જીવન,
છલકાયું છે ખુશીથી મારૂં મન !
તારાં વ્હાલભર્યા સ્મિતને લીધે,
મને પરત મળ્યું મારુ બચપન !
ખાલી થયેલું જીવન હતું મારુ,
હવે પુરબહારમાં ખીલ્યું ચમન !
આપી છે મોંઘેરી ભેટ તે એથી,
ઈશ્વરને ઝૂકીને હું કરું છું નમન !
ને હૃદયને રહેશે એક જ આશા,
વિલાય ના કદી પણ તારું વદન !
