રંગીન ઈચ્છા
રંગીન ઈચ્છા
વિતેલા વર્ષોનું સરવૈયુંં કાઢ્યું છે,
અશ્રુના આકારનું ઝરણું ફૂટ્યું છે,
જીવ નીકળ્યો છે જિંદગીના પ્રવાસે,
મન માયાના ચક્કરમાં કેવું ફસાયુંં છે,
જન્મ અને મૃત્યુની વચ્ચેના ગાળામાં,
પાપ ને પુણ્યના ખાતામાં અટવાયું છે,
રંગીન ઈચ્છાઓના આભમાં સરકતા,
દાવપેચ રમતા કોઈ દોરથી કપાયુંં છે,
આજ અને કાલના અધ્યાયે અટવાતા,
જીવન કર્મોના બંધનમાં કેવું બંધાયુંં છે.
