રંગીન હોળી
રંગીન હોળી
તારાં આગમનથી થઈ છે રંગીન આ હોળી,
દીધું છે જીવન મારુ તે લાગણીમાં બોળી,
અનેરી ચમક આપી છે દરેક એ રંગોને તે,
તારી સુરતમાં રહું છું મારું બાળપણ ખોળી,
પિચકારી મારી છે તે ખુશીઓની એવી તો,
રહું છું જીવનના હું બધા દુઃખ ને દર્દો ટાળી,
ઈશ્વર દેખાય છે મને સાક્ષાત તને જોતાં જ,
ઉતરી છે આકાશેથી, લાગે છે તું બહુ ભોળી,
નીરસ જેવા જગતમાં જીવવાનું બળ છે તું,
માનું છું આભાર તારો, મારી માનતા આજે ફળી !
