રંગ આકાશનાં
રંગ આકાશનાં
ભાસતું ભૂરું થયું આકાશ આજ મગ્ન
ભરી ભૂ ભેંટે ભૂમિ પર માણશે લગ્ન
વરસશે વાદળી ન્હાશે નાનકાં નગ્ન
ધીરી ધારે વરસી પલટશે શ્વેત યજ્ઞ,
પ્રભાતે પૂર્વે સુવર્ણ શું રંગ સજાવટ
કોમળ કિરણ સૂર્યના કરે સમજાવટ
મધ્યાહ્ને બતાવે રવિ તપ તાપ વટ
કેસરી પશ્ચિમે આસ્તે અસ્તે પતાવટ,
ધૂંધળું થયું શીદ એકાએક આ આભ
વાયરો દીઠો આસમાને લેવાં લાભ
ઊડતો ભરી ધૂળનાં ગોટા મહીં ગાભ
નીપજે ક્યાંથી પવન આ બિન નાભ,
રજત વરસ્યું નભ તળે હિમ સ્વરૂપે
શીતળ જળ થીજે મોતી ધવલ રૂપે
અંબર અંગ અંબાર દિલ ખૂંપે છૂપે
મઢયા ફોરાં વિયત પરે ચાંદી રુપે,
રંગ બદલે આકાશ અમસ્તું શાને?
થાકતું બિચારું રહી એક ભૂરે વાને
એટલે સજાવટની પછી વાત માને
રીઝશે ભૂલકાં નભ જોઈ રંગ દાને.
