STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract

3  

Aniruddhsinh Zala

Abstract

રમો ગરબે કાલરાત્રિ મા કલ્યાણી

રમો ગરબે કાલરાત્રિ મા કલ્યાણી

1 min
188

હે.. જી... 

આ રાત રસીલી જોને ઝળહળે, ઝગમગે દીવડા આજ ચાચર ચોક,

માડી ગરબે ઘુમવા આવજો, ટોળે વળી સાહેલડી, રમવા ચાચર ચોક,

હે.... કાલરાત્રિ મા કલ્યાણી, તમે ગરબે રમવા આવજો 

હે.... ભય દુ:ખને હરનારી મા તમે ગરબે રમવા આવજો,

આવજો માડી ચોકે, અમે રૂડાં ગરબા ગાશું જો.


હે હેત ધરીને તમને માડી, ફૂલડાથી વધાવશું -2

નીરખી મા નયનોથી તમને, આજ અમે પાવન થાશું રે 

હે.... કાલરાત્રિ મા કલ્યાણી, તમે ગરબે રમવા આવજો... 

હે.... ભય દુ:ખને હરનારી મા તમે ગરબે રમવા આવજો,


હે.. ચાચર ચોકે રમશું મા, તમે રમજો માઝમ રાત જો 

અબીલ ગુલાલે તમને વધાવશું, ભાવથી ગરબા ગાશું જો,

દુ:ખડા હરજો કાલરાત્રિ, સોહે સાતમ કેરી આ રાત રે.. 

.... ભય દુ:ખને હરનારી મા તમે ગરબે રમવા આવજો,


સ્વરૂપ સોહામણું માડી તમારુ, હરખે આ હૈયું માત જો 

હે... આકાશે જૂવો ટોળે વળ્યાં, દેવી દેવતા જુએ આ રાસ જો,

ચૌદ ભુવનની દેવી રમે છે, જૂવો આજ ચાચરમાં રાસ જો..

.... ભય દુ:ખને હરનારી મા તમે ગરબે રમવા આવજો,


  'રાજ ' કરે માં વિનંતી હદયથી, રૂડાં દર્શન દેજો માવડી 

હે દુઃખ હર્તા, સુખકર્તા માં તમે, વિપતમાં દેજો સદા સાથ જો.--2

ભેળી રહે જો માત ભવાની, માં બીજી ન હોય આશ જો.

.... ભય દુ:ખને હરનારી મા તમે ગરબે રમવા આવજો,


હે.... કાલરાત્રિ મા કલ્યાણી, તમે ગરબે રમવા આવજો 

હે આ નવરાત અજવાળી, પગટી આ મા ભદ્રકાળી. 

સોહે કેવી ચાચરમાં જોને મહાદેવી મા ભદ્રકાળી.

સરખી સહેલીઓ સંગે આજ ગરબે ઘૂમતી.

ચૌદ ભુવને રાસ રમતી, આ દેવી મા ભદ્રકાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract