રળિયામણી રાત
રળિયામણી રાત
તારી આંખથી આંખ મળી મારી તો થઈ એક શરૂઆત,
શમી સાંજના શમણાં જોતા આવી રળિયામણી રાત,
જીવનનાં દરેક સફરમાં મળ્યો મને તારો સાથ,
સવાર હતી સોહમણીને તારા પ્રેમમાં ગળાડૂબ થઈ મારી રળિયામણી રાત,
તુજ મારા જીવનની દીવાદાંડી સમજી લે તું આ વાત,
તારા વિના ના સવાર પડે ના આવે રળિયામણી રાત,
તારો સાથ હોય મને તો દઉં હું દરેક તકલીફને માત,
તારો સાથ મળે તો મને લાગે બધુજ રળિયામણું ને રહે મનડું શાંત,
ચંદ્ર જેવી શીતળતા તારી જાણે પૂનમની એ રાત,
અંધકારમાં પણ તેજ આપે, લાગે હર ક્ષણ હવે રળિયામણી રાત.