રજવાડું
રજવાડું
રાજા વિનાનું
તોય અમારું તો
છે રજવાડું,
ના દાસ દાસી
કે નોકર ચાકર
તોય અમારું તો
છે રજવાડું,
જો પ્રેમથી મા
રાજા કહી બોલાવે
અમને લાગે
સામ્રાજ્ય છે અમારું,
રાણી જેવું તો
કોઈ નહીં તો પણ
રાણી કહી બોલાવે
એવું તોય અમારું તો
છે રજવાડું,
આસપાસમાં
મિત્રોની ટોળી મળે
લાગે જાણે કે
રાજાનો દરબાર,
રોટલો મળે
જો બે ટંક શાંતિનો,
ને સૂવા મળે
ઓટલો તો મજાનો,
તોય અમારું તો
છે રજવાડું.
