રહ્યો
રહ્યો
ઝાંઝવા ને શોધવા ફરતો રહ્યો
લાંબી મંઝિલ જોઈ ડરતો રહ્યો ..
ભીડ હતી અહીં દુનિયાની
એટલે ખુદને ખુદમાં જડતો રહ્યો..
હતો શોધમાં શું ચાંદની રાતે
પણ કેમ તારા સંગ ખરતો રહ્યો..
ક્યાં કશું પામવાની આશા
તોય જોને ખોબો ધરતો રહ્યો.

