STORYMIRROR

Rajesh Hingu

Children Drama Fantasy

5.0  

Rajesh Hingu

Children Drama Fantasy

રાતરાણી

રાતરાણી

1 min
1.3K


રાતને મહેકાવતી તું રાતરાણી,

રાજરાણી રાતની તું રાતરાણી.


ઘોર અંધારેય તું રહેતી સુગંધી,

એટલે સૌને ગમી તું રાતરાણી.


રાત આખી બાગને શણગારતી,

ને પ્રભાતે પોઢતી તું રાતરાણી.


કઈ રીતે મેળાપ સંભવ છે ! કહે ને!

સૂર્યમુખી હું, બની તું રાતરાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Children