રાજકુમારી
રાજકુમારી
નવલ દેશની રાજકુમારી,
માયા વગાડતી જાય,
રાજ્યમાં ખુશીઓ ફેલાય,
જીવનમાં ઇન્દ્રધનુષ રેલાય,
લોકો એને જોઈ મલકાય,
મહેલમાં આનંદ છવાય,
જાદુગર મનમાં હરખાય,
કુંવરીને વશ કરવા લલચાય,
જાદુ કરી પક્ષી બનાવવા રોકાય,
જાદુગરી એની રોળાય,
કુંવરી ઝગમગ થાય.
