પૂજારી
પૂજારી
પૂજારી ધ્યાન ધરીને બેઠા’તા,
પ્રભુ-પૂજા કરવા રે !
હાં રે એતો ધીમે-ધીમે મંત્રો ગાતા’તા,
પ્રભુ-પૂજા કરવા રે !
ધૂપ કરે, દીવડા કરે,
આરતી લઈને બધે ફરે;
હાં રે એતો પ્રભુ સામે ઊંચા-નીચા થાતા’તા,
પ્રભુ-પૂજા કરવા રે !
લોકો આવતા, પ્રસાદ દેતા,
ભક્તિ કેરી વાતો કહેતા;
હાં રે એતો પ્રભુધૂનમાં ડૂબી જાતા’તા,
પ્રભુ-પૂજા કરવા રે !
