પુસ્તક
પુસ્તક
પુસ્તક જેવો છું હું, હા જૂનો જરૂર થયો છું,
પાનાં પીળા થયાં પણ અક્ષરો હજી છે કાળા !
તું બસ પાનાં પલટતી રહે હું તને એવો જ લાગીશ,
જત્ર મુજબ બદલતો વાઘાં નટ, પણ કલાકાર એ જ !
મુખપૃષ્ઠ તો પુસ્તકનું હજી એ જ છે ચાંદમાં દેખાય તું,
હા, પાનાં નવાં જરૂર છે ઉમેરાયા પણ લિપિ હજી એ જ !
સરનેમ તારી શું બદલાઈ તારું તો સરનામું જ બદલાયું,
ભૂલાયું મારું હોય તો મળશે પાછલાં આવરણ પર એ જ !
લાગશે તને નવી બોટલમાં એ જ જૂની શરાબનો નશો,
પણ તું તો સમજે છેને, શરાબ જેટલી જૂની એટલી મૉંઘી !

