STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Others

પ્રતીક્ષારત

પ્રતીક્ષારત

1 min
318

ઘટમાળ જીવનની એવી તો ચાલતી રહી,

જાણે સમયનું વહેણ હું બનતી રહી...ઘટમાળ !


સંજોગોના ઢાળે સદા ખુદને હું ઢોળતી રહી,

ભાવિના જહાજને ભૂતના વમળે શોધતી રહી...ઘટમાળ !


આશાના સૂરજની લાલિમા આંખોમાં બળતી રહી,

સુખના સૌંદર્યની કલ્પના શમણે હું કરતી રહી...ઘટમાળ !


દિલના ઝરૂખે દીપ થૈ પ્રતિક્ષારત જલતી રહી,

જો આપ આવ્યા હોત તો ! વિચાર એ કરતી રહી...ઘટમાળ !


લઈને સુંવાળપ યાદોની ભ્રમણામાં રાચતી રહી,

સરી સૌંદર્યની લાલિમા જીવન ઘટમાળ ઘટતી રહી...ઘટમાળ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract