પૃથ્વીની પીડા
પૃથ્વીની પીડા


શું આપને 'વસુંધરા'ની પીડા,
સંભળાઈ રહી છે ?
એ પોકારી રહી છે...
એનો નાદ સર્વત્ર ગૂંજી રહ્યો છે..
એના ડૂસકાં પડઘાઈ રહ્યાં છે..
એની હાલત કથળી ગઈ છે..
એની આંખો શુષ્ક થઈ ગઈ છે..
એણે મોં પર માસ્ક પહેરી રાખ્યું છે..
ચોતરફથી ધૂમાડો એની શ્વાસનળી દાબી રહ્યો છે..
'કોઈ સાંભળો છો ?' 'કોઈ છે ?'
હવે એ કશું'ય બોલી ન શકી-
એનાં શબ્દો
કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધૂમ્ર સાથે ખોવાઈ ગયાં..
ને
પછી ?
પછી એક એક કરતી બધીજ આંખો બંધ થતી ગઈ !