પ્રશ્નોનું પાથરણ
પ્રશ્નોનું પાથરણ
શૈશવથી અંત સુધીના, આગ પાથરતા ગ્રીષ્મના,
હર દિશાના કહેણના, વાવડ છે પ્રશ્નોનું પાથરણ,
ચિંતાની ચિતામાં સળગતા, વિટંબણાઓની જાળમાં,
રચાતા જ્વાળામુખીના આકાર, કહેતા પ્રશ્નોનું પાથરણ,
અનિશ્ચિત ભટકતા માર્ગના, વગર મહેમાન નોતરાના,
આવી ચડ્યા છે આજ, મુકાબલો આ પ્રશ્નોનું પાથરણ,
'પ્રણવની કલમ'ને નથી મળ્યો, અવકાશ આજ પ્રશ્નોને પામવાનો,
કલમના અક્ષરોમાં છૂપાયેલા, જવાબ છે પ્રશ્નોનું પાથરણ.
