STORYMIRROR

Nisha Shukla

Tragedy

3  

Nisha Shukla

Tragedy

પ્રોષિતભર્તુકા

પ્રોષિતભર્તુકા

1 min
774

ઘરમાં હતી હું એકલી,

બની ગઈ હું ઉદાસીન

વાટ પિયુની જોતાં, બની ગઈ ગમગીન !

હું છું પ્રોષિતભર્તૃકા, પિયુ ગયો પરદેશ,

મન મારુ તરસી રહ્યું, મિલન કાજે વિદેશ !

આજ આવીશ, કાલ આવીશ, આપ્યા કરે વચન

મિલન કાજે આતુર બને, મારાં આ નયન !


કોણ જાણે આજ, હૈયે થઈ અકળામણ,

વાટ જોતી ઊભી ઝરૂખે

દૂર થઈ ગભરામણ !

કોકિલનો ટહુકાર, ભરી ગયો હૈયે આનંદ,

ટહુકારનો એ આનંદ, બની

ગયો નિજાનંદ !

ટહુકારને આજ જાણે ફૂટી 

નવવાણી,


એક દિન આવશે અવશ્ય, શાને તું નંદવાણી !

ઝરૂખે ઊભી જે મળ્યું, એની માણી લે મોજ,

નહિ તો નિશ-દિન, કરતી રહીશ તું ખોજ!

ઊડી ગઈ કોકિલ, એના ગંતવ્ય સ્થાને,

આપતી ગઈ "આર્ટ ઓફ લિવિંગ" યથાસ્થાને !

નિર્જીવ ઝરૂખો આજ,

જાણે બની ગયો સજીવ,

મારામાં આજ કરી ગયો

એ સજીવારોપણ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy