પ્રણય
પ્રણય
જાદૂ નગરીથી કોઈ જાદૂગર આવ્યો,
નયનોમાં કેફ ભરી જાદૂ બીછાવ્યો.,
સુંદર કુમારી એક ઝરુખે નીહાળી,
નજરો મળીને દિલનો કાબૂ ગુમાવ્યો.
કેશકલાપ જાણે ઝૂકી કોઈ વાદળી,
લહેરાતી નદીમાં જાણે જાદૂગર તણાયો.
ઇન્દ્રધનુષ આવ્યું આંખોમાં ઉતરી,
પ્રેમની વર્ષામાં એવો એ ભીંજાયો.
ખીલ્યાં બારમાસી ફૂલો હૃદયની ક્યારી,
પુષ્પ દઈ કુમારીને પ્રણય જતાવ્યો.
