STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

પરિવારની ઇમારત

પરિવારની ઇમારત

1 min
199

દુઆ કરું ઈશ્વરને બે હાથ જોડી.

સદા સલામત રાખ જે સૌની પરિવારની ઇમારતને

વિશ્વાસ અને ભરોસોના અડીખમ પાયાથી.

સદા સલામત રહે સૌનું આશિયાનું,

નફરતની આંધી ના બુઝાવી શકે,

પરિવારના સ્નેહરૂપી દીપકને,


સદા ઝળહળતો રાખજે સૌના સ્નેહના દીપકને,

ભરોસાની દીવાલો રાખજે એટલી મહેફૂઝ,

કોઈ બેગાનાના કાંકરિચાળાથી,

ના તૂટે આ અડીખમ મજબૂત દીવાલ.


વિશ્વાસના આ ફૂલને સદા મહેકતું રાખજે.

ઈર્ષ્યા, અદેખાઈ, નફરતની ઉધઈ પણ

ના કોતરી શકે આ પ્રેમની દીવાલ.


પરિવારમાં એવી હેત મહોબત રાખજે.

પરિવારની ઇમારત સૌની સલામત રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract