પરીકથા
પરીકથા
બાળપણમાં દાદીના મુખેથી સાંભળી'તી,
સ્વપ્નમાં જોઈ હતી મેં પરીઓની વાત,
ધૂંધવાતો સમુંદર અને વાયરાની લહેરખી
ઊડતા ઘોડે બેસી આવે પરીઓની વાત,
આંખોની પાંપણને સપઓ શોભતા,
હૃદયને ગમતી સાંભળવી પરીઓની વાત,
હું એનો રાજા અને પરીઓ સંગ શોભતો,
ને લાગતું કે પરીઓ શોભતી મારી સાથ,
ઉંમર થઈ એ સ્વપ્ન, સ્વપ્ન થઈ રહી ગયા,
બસ સ્વપ્ન થતા રહી ગઈ પરીઓની વાત.
