Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

પરીક્ષાનું સત્વ

પરીક્ષાનું સત્વ

1 min
379


પરીક્ષા છે આપણી મહેનતનો રંગ બતાવવાને સોનેરી દ્વાર

સાચા અર્થમાં સ્વીકારીએ તો, પરીક્ષા સપના કરે સાકાર,


પરીક્ષાનો એક ઉદ્દેશ્ય હોય છે તંદુરસ્ત સ્પર્ધાને ઉભારવાનો

પરીક્ષાના ઉદ્દેશ્યને સમજીને, પરીક્ષાને સમજી લ્યો એક લલકાર,


‘કસોટી કસતી હૈ, કસોટી કોસનેકે લીયે નહીં’ એ છે પરીક્ષા માટે સારવાક્ય

પરીક્ષાનો હાર્દ સ્વીકારી લ્યો તો પરીક્ષા બની રહે સફળતાની સુત્રધાર,


જો કે હવે છે વિવિધ પરીક્ષાની ફેશન અને યોજાય છે દર અઠવાડિયે ટેસ્ટ

પરીક્ષાના અતિરેકથી વિદ્યાર્થી અને શિક્ષક બને થયા છે બેજાર,


બધી પરીક્ષાઓમાં કદાચ ન લાવી શકાય ઈચ્છનીય પરિણામ

એક ચીજ ગાંઠે બાંધી લ્યો, પરીક્ષાની હાર એ નથી જીવનની હાર,


જિંદગી છે એક પરીક્ષા જેમાં પેપર હોય છે અભ્યાસકમની બહાર

સિદ્ધ કરો પોતાને જો જિંદગીને બનાવવી હોય સદાબહાર.


Rate this content
Log in