પ્રેરણા
પ્રેરણા
એ દિન તો દુઃખનો હતો, છીનવી ગયો મુજ મા ને,
કદી કાળ જોવા નહીં મળે, પાછી હવે જનની મને.
મુજ માતના એ સ્નેહભીની પ્રેરણાથી હર્ષિત થાતી,
પણ આજે એ વાત્સલ્યભરી મૂર્તિ મને જડતી નથી.
ઓ માં તારી સુશીખ પ્રેરણા હું કદી ભૂલીશ નહીં,
તવ એ પ્રેરણા ભાવનાથી હ્દયે ઉતારી લીધી.
તમ અલ્પ જ્ઞાની બાળકીને પ્રેરણા આપી કાબિલ કરી,
ક્યાં શોધું માવડી, તારી પ્રેરણા હવે મળતી નથી.
સિંચ્યા જીવન જીવવાના એ પ્રેરણામયી પાઠો,
માં તારા એ ચીંધેલ રસ્તે મળે સુખ શાંતિ.
વાળુ શે ઉપકાર જે, તે દીધા એ પ્રેરણા ના વારિશા,
સૂકા જીવન પંથમા મળી માવડી તારી પ્રેરણાની વીરડી...
