પ્રેમ થઈ ગયો
પ્રેમ થઈ ગયો
આ તો જીવનમાં વહેમ થયો કે પ્રેમ થઈ ગયો,
રચના મારી ને કિસ્સો તારો એવો પ્રેમ થઈ ગયો.
વોટસઅપ ને ફેસબુકના સુવિચારોથી પ્રેમ થઈ ગયો,
સરગમના એ સાત સૂરોથી પ્રેમ થઈ ગયો.
કલમ થકી કમાલ દેખાડતાં પ્રેમ થઈ ગયો,
ભાવનાના વહેણ થકી વહેતા પ્રેમ થઈ ગયો.
શું મેળવ્યુ ને શું ખોયુ એ જાણતા પ્રેમ થઈ ગયો,
દુનિયાના આ આટાપાટાથી પ્રેમ થઈ ગયો.
હરિફાઈના આ યુગમાં હારતા પ્રેમ થઈ ગયો,
ખોટા ભ્રમમાં રાચતા કેવો પ્રેમ થઈ ગયો.
જુઠા જગની જુઠી માયાથી પ્રેમ થઈ ગયો,
રસ્તે ચાલતા એ પત્થરોથી પ્રેમ થઈ ગયો.
દંભી જનોના દંભ જ જાણતા પ્રેમ થઈ ગયો,
જ્ઞાની જનોના જ્ઞાન જ માણતા પ્રેમ થઈ ગયો.
