STORYMIRROR

Shaimee Oza

Tragedy

2  

Shaimee Oza

Tragedy

પ્રેમ બાવરી

પ્રેમ બાવરી

1 min
913




વાત ખુટી લબ્સ પાસે,

લખવાનું તે વિસરી ગઈ.

ખોવાઈ ગઈ ભીડ માં,

તે ખુદને શબ્દ થકી શોધતી રહી બાવરી.


તાજી કુંપળની જેમ ખિલતી,

ને ખરતાં પાનમાં ખુદ ને નિહાળતી રહી.

ગુલાબના ફુલ સમીપ ગઈ મસ્તીથી,

કાંટાના દર્દથી લથડાતી ચાલી ગઈ,

તે ખુદ ને શબ્દ થકી શોધતી રહી બાવરી.


ગઈ હતી તે દૂર તારાથી,

તે હંફાતી ખેંચાતી તારી પાસે આવી ગઈ.

કોશિશો તો હતી ઘણી તને ભુલવાની,

આંસુઓથી તારી પ્રિતને યાદ કરતી રહી,

તે ખુદને શબ્દ થકી શોધતી રહી બાવરી.


સપનાંમાં તુજને સાંભળતી રહી,

તારી એક એક ઝલક માટે તરસતી રહી.

માની બેઠી જીંદગી પોતાની તને,

તે એજ જીંદગીને કોસતી રહી,

ખુદને શબ્દ થકી શોધતી રહી બાવરી.


તે બની ગઈ દિવાની તારી,

તે પોતાની લાગણીને,

દિલમાં સંતાડતી રહી,

દુનિયા ભુલી ગઈ, તારા પ્રેમમાં,

મારા વાલમ તે ઝેર પીનાર "મીરાં" બની ગઈ,

ખુદને શબ્દ થકી શોધતી રહી બાવરી.


દુનિયા તેની પર હસતી રહી મજાથી,

લોકોના દિલમાં પોતાની છાપ છોડતી ગઇ,

ભક્તિમાં લીન થતી રહી,તે પદોથી,

અમર થઇ ને લબ્સ પ્રેમ દિવાનીથી,

ખુદને શબ્દમાં શોધતી રહી બાવરી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy