પ્રાર્થના
પ્રાર્થના
સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ (૩)
ભય બીતે થે શ્વાસ રૂંધાયો (૨)
તું દેજે સંધાણ દયાળુ પ્રભુ સૌનુ કરો કલ્યાણ
વિખરશે વાદળ દુઃખ વિષાદનાં (૨)
ભક્તિ તારી દેશે પ્રેરણા (૨)
ઓજસનું તું દેજે એંધાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ
પીડિત જનમાં બળ પ્રેરવીએ (૨)
પ્રિત આચરિયે સ્મિત રેલાવીએ (૨)
મૈત્રીનું તું દેજે બંધાણ દયાળુ પ્રભુ સૌનુ કરો કલ્યાણ.
