પ્રાણીટોળી
પ્રાણીટોળી
હાથી, મગર ને વાંદરો, ઘોડી,
એમ પ્રાણીઓની નીકળી ટોળી,
આવતાં જ હાથીએ કરી ગોપી,
મોટા માથામાં રહેતી ન ટોપી,
મગરના શરીરે ખાડા ઘણા,
ભરી લીધા એમાં સૂપડું ચણા,
વાંદરાને વળી જોઈએ લાડી,
બહેરી, લંગડી કે ભલે બાડી,
ઘોડીના વાળે વળે ન ચોટલો,
તેથી કૂદીને ભાંગતી ઓટલો,
પસાર થઈ ગઈ આવી ટોળી,
જોનારાને ખુશી દઈ બહોળી.
