STORYMIRROR

Neha Patel ***નેહ***

Fantasy Inspirational Children

4  

Neha Patel ***નેહ***

Fantasy Inspirational Children

પપ્પાની માયાનગરી

પપ્પાની માયાનગરી

1 min
228

ભજવે એ તો નીતનવા વેશજી,

એ તો નવાબજી મારા ઘરનાં મુખિયા !


કરે ખોટી ટકોર, ને ઉઠાડે ઘણાં વ્હાલથી.

એવી તો એ મારા નેતાજીની મીંઠુડી દુનિયા ! 


કાઢે મોટી આંખો, ને આપે લીંબુપાણી કાળજીથી,

એવી તો એ મારા વૈદજીની તબીબી દુનિયા ! 


આપે કટોરી દહીંની, ને ખવડાવે રોટલી કપટથી,

એવી તો એ મારા રસોઈયાજીની રસીલી દુનિયા ! 


માંગે કસોટી પત્ર, ને પૂછે હરેક પ્રશ્નો કડક નજરથી,

એવી તો એ મારા ગુરુજીની આદર્શ દુનિયા ! 


કરાવે ફરજનું ભાન, ને રમાડે ગુડિયાને મસ્તીથી, 

એવી તો એ મારા પપ્પાજીની માયાળુ દુનિયા !


ભજવે એ તો નીતનવા વેશજી,

એ તો નવાબજી મારા ઘરનાં મુખિયા !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy