STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

પંખો (મોનોઈમેજ)

પંખો (મોનોઈમેજ)

2 mins
380

(૧)

પંખો

ગોળ-ગોળ

ફર્યા જ કરે

ચક્કર

નહિ આવતાં હોય !

 

(૨)

 પંખો જણે

સુદર્શન-ચક્ર

પેલું

પાપીને કાપે

ગરમીને

 

(૩)

 પંખો

કેવો નિર્દય!

ગરમીમાં જ

અટકી પડે

 

(૪)

 પંખો તો

મોટો ચિત્રકાર!

ફરતાં પાંખિયાંથી

રચે

અનેક રંગોળીઓ

 

(૫)

 પંખો

હવા આપે,

કચરો હરે,

એટલે તો

થોડા દિવસોમાં

ગંદો

 

(૬)

ચકરાતા

પંખા સામે જુવો !

મગજ

ચડશે ચકરાવે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy