પીપળો
પીપળો
પીપળા ને પાદરની પાકી ભાઈબંધી,
મારે છાંયડે તડકાને આવવાની બંધી,
હૃદયાકાર પહોળા પાંદડે છાંય પરબ,
અશ્વત્થ દેવ વૃક્ષ પુરાણું વરસ અરબ,
ચંચળ મારા પાન એટલે હું ચલ ચલ,
ઊંડા મૂળ ઊગે કોઈની ભીંત હું અચલ,
ચલિત મૂળ ભલે અતિ આક્રમણકારી,
શાખા ને પર્ણ પશુ પંખી પર ઉપકારી,
બૌદ્ધિ વૃક્ષ ઊગે જ્યાં ભેજ રહે પાનખર,
ઉષ્ણ સૂર્યપ્રકાશ સમ-માટી છે સ્વ-ઘર,
ગામ નગર જંગલ જગા પસંદ વેરાન,
વૃક્ષમાં હું પીપળો કૃષ્ણ ભગવતપુરાણ,
ચળકતા લીસ્સા પાન શિશુના પાવા,
ચણીબોર ફળ ટેટી લીલી જાંબુ ખાવા,
પીપળા ને પાદરની ભાઈબંધી પાકી,
રંકને આશરો આપવા રમ્યા ચાલાકી.