STORYMIRROR

Nilam Jadav

Children

4  

Nilam Jadav

Children

ફુગ્ગાવાળો આવ્યો પેલો ફુગ્ગાવાળો

ફુગ્ગાવાળો આવ્યો પેલો ફુગ્ગાવાળો

1 min
254

રંગબેરંગી સરસ મજાનાં,

ને ફુગ્ગા છે તેની પાસે જાતજાતના,

ફુગ્ગાવાળો આવ્યો..


ફુગ્ગા લો...ફુગ્ગા લો... બૂમો પાડતો,

ને પમ...પમ... પિપૂડી વગાડતો,

ફુગ્ગાવાળો આવ્યો...

 

લાલ-પીળા ફુગ્ગા સાયકલે લટકાવી,

ને સરર...સરર... સાઈકલ ચલાવી,

ફુગ્ગાવાળો આવ્યો..


એની પાસે છે ફુગ્ગાઓની થેલી,

ને થેલી લઈ ફરે છે ગલી-ગલી,

ફુગ્ગાવાળો આવ્યો..


એક રૂપિયાનો એ તો ફુગ્ગો આપે, 

ને ફુગ્ગા પર અવનવા ચિત્રો છાપે,

ફુગ્ગાવાળો આવ્યો..


તેના ફુગ્ગા જોઈ બાળકો ખુશ થાય,

ને ફુગ્ગા લેવા ઝટપટ દોડી જાય,

ફુગ્ગાવાળો આવ્યો..


તેના ફુગ્ગા લેવા બાળકો રડતાં,

ને મમ્મી પાસે આજીજી કરતા,

ફુગ્ગાવાળો આવ્યો...


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Children