ફિલ્મની ચિલમ
ફિલ્મની ચિલમ
ફિલ્મી દુનિયાની ઝાકળઝોમ અપરંપાર છે,
ફિલ્મનો શોખ સમાજમાં રહ્યો સદાબહાર છે,
ફિલ્મ હોય છે કળા અને વિજ્ઞાનનું અનેરું સંગમ,
ફિલ્મ બનાવવામાં પડકાર પારાવાર છે,
ફિલ્મો તો હોય છે સમાજનું એક દર્પણ,
સમાજની માનસિકતાનો કરાવે એક રીતે દિદાર છે,
ફિલ્મના હીરો બની રહ્યા છે રોલ મોડલ અને આદર્શ,
સમાજના સંસ્કાર અને સંસ્કૃતિની થઈ રહી જાણે હાર છે,
અમુક ફિલ્મો તો એટલી બનતી હોય છે ખરાબ,
જોવાવાળા પર જાણે એક જાતનો બળાત્કાર છે,
ફિલ્મ પર સમાજની પ્રતિક્રિયાઓ હોય છે અલગ અલગ,
પોતાના ગમા અણગમા પર પ્રતિક્રિયાનો મદાર છે,
ખાધું, પીધું અને રાજ કર્યું, સુખદ અંત વાળી ફિલ્મોનું હોય છે ચલણ,
અંતે થશે બધું ભલું, એવો સમાજની સમજનો વિસ્તાર છે.
