STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ફાગણ

ફાગણ

1 min
22

પ્રભાતે ઠંડી ને મધ્યાહ્ને તાપ,

આવી આભમાં આછી વાદળી,

ખેલશે ફાગણ હોળીએ જાપ,

કેશુડો ચોળે વળી દળી દળી,


પૂનમે ચાંદ ફાલ્ગુન નક્ષત્રે,

ખજૂર ધાણી દાળિયા પ્રસાદે,

રમે રંગે ઘેરૈયા વિના છત્રે,

પ્રગટે હોલિકા વગર સાદે,


કાચી કેરી આંબે લટકતી,

વિખરાયા વાડી ને ખેતરો,

પડ્યું ઝાપટે કોયલ ભટકતી,

વધ્યું ચણતા હોલા તેતરો,


ભણતરે શિશુ ધીરે જોતર્યા,

પરીક્ષાઓ થશે ગમે ત્યારે,

મામા ઘરે જાશું વણનોતર્યા,

રજાઓ આવે જયારે જયારે,


પ્રભાતે ઠંડી ને મધ્યાહ્ને તાપ,

આવી આભમાં આછી વાદળી,

ગાઈશું ખેલશું આજ અમાપ,

ફાગણે બાંધી ફાગની માદળી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract